________________
૧૯૬
ભક્તિમાર્ગનું રહસ્ય * જેમ જેમ પરિણામ શુદ્ધ થતા જાય છે, તેમ તેમ સૂમ
રીતે શ્રદ્ધા વધતી જાય છે. જ ભગવાન તે એમ કહે છે કે જે તમે રાઈના દાણા
જેટલી પણ શ્રદ્ધા રાખશે તે તમારે માટે કઈ વસ્તુ અશકય નથી. નાને એ અગ્નિને તણખે મોટી ઘાસની ગંજીને બાળે છે, તેમ તણખારૂપ શ્રદ્ધા કર્મનાં પુજને બાળવા સમર્થ થાય છે. આ શ્રદ્ધા, વરૂપ શ્રદ્ધા, સ્વરૂપપ્રતીતિ, વસ્વરૂપને નિશ્ચય કરાવી પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પમાડે છે, આવું
સમ્યફ શ્રદ્ધાનું બળ છે. જ ભગવાન કહે છે કે જે તમે શ્રદ્ધા રાખી મારા સ્વરૂપમાં
વાસ કરશે અને મારાં વચને તમારામાં વાસ કરશે,
તે જે કાંઈ તમે ઈચ્છશે તે અવશ્ય મળશે. . * સત્ય તે એ છે કે, આપણે કપીએ તેનાં કરતાંય
ભગવાન રૂડા છે.
ભગવાન અતિ અતિ રૂડા છે. * જે એવા રૂડા ભગવાનના સ્વરૂપમાં સાચો પ્રેમ હોય,
સાચી શ્રદ્ધા હોય, સાચે અર્પણભાવ હોય, તે આપણું ઇચ્છા કરતાં અનેકગણું તેઓ આપવા ઈચ્છે છે. અને તેથી ઉત્તરોત્તર આત્મવિકાસ વર્ધમાન પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org