________________
ભક્તનાં વિચાર-પુષ્પ
૧૫ વિસારી મૂકેલાનું સ્મરણ કરે.. બિચારા કેદમાં પુરાયેલા દુઃખીને છોડાવે. ત્રિવિધ તાપાઝિથી બળતાને શીતળ કરે. દુઃખથી કચડાયેલાને સુખી કરે. રાગદ્વેષથી પ્રજવલિત અગ્નિને શાંત કરે. તેમ કરવા માટે ભગવાનને શરણે જાઓ. તેમની પાસે પ્રેરણા માગે, માર્ગદર્શન માગે, શક્તિઓ માગો ને પુરૂષાર્થ કરે. તેમની આજ્ઞાનું એક નિષ્ઠાએ આરાધન કરે. * મહત પુણ્યોદય હોય ત્યારે જ ભગવાનરૂપ સત્પરૂષની
પ્રત્યક્ષ આજ્ઞા મળે છે. પ્રત્યક્ષ આજ્ઞાની પ્રાપ્તિ તે પુરૂષની કૃપાદષ્ટિ.
કૃપાદ્રષ્ટિ એ જ કલ્યાણને હેતુ. * સમ્યફ શ્રદ્ધા એ મોક્ષને પાય છે.
અને એ જ કેવળજ્ઞાન સુધીને મિનારે છે. માટે શ્રદ્ધા એ વાસ્તવિક જીવન છે. જેણે શ્રદ્ધારૂપ અમૃતરસનું પાન નથી કર્યું તેનું જીવન નિષ્ફળ છે. * શ્રદ્ધા એ જીવન છે, શંકા મૃત્યુ છે.
શ્રદ્ધા એ પ્રકાશ છે, શંકા અંધકાર છે. શ્રદ્ધા એ પ્રેમ છે, શંકા હેષ છે. શ્રદ્ધા એ સુબુદ્ધિ છે, શંકા દુબુદ્ધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org