________________
૧૮૨
ભક્તિમાર્ગનું રહસ્ય તેમના ગુણની પ્રાપ્તિ માટે સુદઢ ભાવના કરે, વિનંતિ કરે. તેમના સ્વરૂપમાં ભળવા માટે પ્રાર્થનામાં લીન થાઓ. ભગવાન પરમાત્મા અનંત જ્ઞાનને પ્રકાશ હોવાથી જેટલા પ્રમાણમાં આપણે તેની સાથે આત્મિયતા કેળવીએ તેટલા જ પ્રમાણમાં ઉચ્ચતમ પ્રજ્ઞા આપણામાં અને આપણા દ્વારા વ્યક્ત થવા માંડે છે. પ્રાર્થનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ એ છે કે પ્રાર્થનાકાર પોતાના વ્યક્તિત્વને ભૂલી જાય છે અને ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ લીન થાય છે. ત્યારે પ્રાર્થના પરાભક્તિનું નામ પામે છે, અને પરાભક્તિ એ આત્મા ને પરમાત્માની એક્તારૂપ છે.
[૯] હે આત્મન ! ભગવાનનાં વચનમાં શ્રદ્ધા કરી મુગ્ધ રહેશો, તે તમે ભગવાનના સાચા ભક્ત થઈ શકશો. તેમ કરવાથી ભગવાન પ્રેરણા આપશે, માર્ગદર્શન આપશે. તેથી તમે સત્યને ઓળખશે. સની ઓળખાણ મુક્તિ અપાવશે. તમે ભક્તમાંથી ભગવાન બનશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org