________________
ભગવાનના ભક્તનું આત્મસંબોધન
૧૭૯ કર્મના ઉદયાનુસાર તેમની પ્રવૃત્તિ છે. તે પ્રત્યે રાગદ્વેષ કરું નહીં. વિના માગ્યે કોઈપણ જીવને સલાહ સૂચન કરું નહીં. માગ્યેથી જિનમત અનુસાર ભગવાનના સિદ્ધાંત લક્ષમાં રાખી કલ્યાણરૂપ થાય તેમ કહું. અસત્ય-માયા-કપટ સેવું નહીં. ન સમજાય ત્યાં મૌન રહું. બીજા કેમ મારું માનતા નથી એવા વિકલ્પ કરું નહીં. બીજા મારું માને છે તે ઠીક છે એવા ભાવ કરું નહીં. આમ હોય તે ઠીક એવી ઈચ્છા કરું નહીં. આમ ન હોય તે ઠીક એવી આશા કરું નહીં. વિના કારણે બેલું નહીં, વાત કરું નહીં, વિકથામાં રસ લઉં નહીં. બલવાના પ્રસંગે સત્ય, પ્રિય ને હિતરૂપ કહું અસત્ય, હિંસા, ચોરી, મૈથુન ને પરિગ્રહ કરી આત્માને બંધનમાં નાંખુ નહીં. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય ને નિષ્કિચનત્વને ખૂબ વખાણું, તેને આશ્રય કરું, તેનું સેવન કરું. ઉદય કર્મોને સમભાવે વેદી, ફરજ ચૂકવી દઈ ઋણમુક્ત થવું મારૂં શુદ્ધ કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ કરું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org