________________
૧૭૮
ભક્તિમાર્ગનું રહસ્ય પરમ દુર્લભ એવા સત્સંગ અને સત્સમાગમના મેગે સત્પાત્રતાનું જન્મવું ને વૃદ્ધિ પામવું સુલભતાથી થાય છે. સુપાત્રતા વધતાં સ્વસ્વરૂપ યથાર્થ સમજાતું જાય છે. સમજાયા પછી અંતર્ધ શરૂ થાય છે. સ્વરૂપપ્રાપ્તિ માટે ગુરણા થાય છે, ત્યારે, નિજભાવ ને પરભાવથી છૂટા પડવાને આરંભ થાય છે, સ્વ-પરના વિવેકને ઉદય થાય છે. વિર્યબળ વધતાં સ્વભાવ તરફ ઉપગ વળે છે અને....
હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. હું ચૈતન્યસ્વરૂપ અવિનાશી આત્મા છું. ' મારે શુદ્ધસ્વરૂપ વિના એક પરમાણું માત્ર મારૂં નથી. હું કેવળ જ્ઞાતાદણારૂપ છું, તેમ જ થઉં. હું સ્વરૂપે રાગદ્વેષ રહિત છું, તેથી રાગ રહિત વીતરાગ થઉં. કર્મના ઉદયે મન, વચન, કાયાની જે કઈ પ્રવૃત્તિ થાય તેને કત્ત-ભક્તા હું નથી. તેને માત્ર જોયા કરું. જ્ઞાતાદષ્ટા રહું. કર્મના ઉદયે થતી અવસ્થામાં ઉદાસીન રહું. હર્ષ-વિષાદ કરું નહીં. ઠીક-અકીક માનું નહીં. સર્વ જ કર્માધીન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org