________________
ભક્તિમાર્ગનું રહસ્ય
૧૭૪ હે આત્મના
એ અમૃતમય વચનેનું અવલંબન લઈ અમૃતરસને અનુભવ કર, અનુભવ કરે; અને પિતાને પવિત્ર કર, પવિત્ર કર.
[૨] હે આત્મન ! તમે પિતે જ પરમાનંદ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. આનંદાનુભવ શાંતિ મળતાં થાય છે. શાંતિ સંક૯પ-વિકલ્પ તર થતાં વેદાય છે. માટે આનંદ એ જ શાંતિ. શાંતિ એ જ આનંદ.
આનંદ વેદતાં થાક ન હોય. થાક હોય તે આનંદ કેમ કહેવાય? સંસારનું ગમે તેટલું સુખ હોય, તે પણ થાક આપે છે અને થાકની નિવૃત્તિ માટે નિદ્રા જોઈએ છે.
મન, વચન અને કાયાની પૌગલિક સુખ સંબધે થતી પ્રવૃત્તિથી આનંદ કપાતું હતું ત્યાં પણ થાકને અનુભવ થતાં તે આનદ મિથ્યા કર્યો. વળી તે આનંદ પરના આધારે થતે દેવાથી કલ્પિત અને પરાધીન થયે અને પરાધીનતાને આનંદનું નામ તે, માત્ર અવિવેકી મૂર્ખ જ આપે. વિવેદી સજજન કદી ન આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org