________________
ભગવાનના ભક્તનું આત્મસંબોધન
રાગદ્વેષ ને અજ્ઞાન જેના સંપૂર્ણપણે ટળી ગયા છે, જેમણે અનંત ઐશ્વર્યયુક્ત સ્વસ્વરૂપે પ્રગટ કર્યું છે, જેઓ અઢાર દેષરહિત થઈ શુદ્ધ ને બુદ્ધ થયા છે, જેઓ શાંતરસમાં ઝુલી અમૃતસાગર થયા છે, જેઓ કૃતકૃત્ય થઈ અરિહંત કેવળીપદને પામ્યા છે, તે ભગવાનને અત્યંત ભક્તિથી કોટિ કોટિ વંદન હો! સમય સમયના વંદન ! પરમ પ્રેમે વંદન હો! મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ અથે ત્રિકાળ નમસ્કાર હો! હે આત્મન્ ! એ પરમ પુરૂષનાં એક વચનમાં શ્રદ્ધા કર, શ્રદ્ધા કર. એ વચનમાં ક્યારે પણ સદેહ કરીશ નહિ. એમની એકેય આજ્ઞાનું વિરાધન કરીશ નહિ. તેમના એકેક વચનમાં અનંત આગમ ભર્યા પડ્યા છે. તેમના એક વચનના આશ્રયે નિર્વાણમાર્ગ પમાય છે. તેમનું એક એક વચન અમૃતફળનું દેનાર છે. ન સમજાય તે પણ કદી શંકા લાવીશ નહીં. આ યથાર્થ છે, સત્ય છે, એમ ભાવથી કહેજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org