________________
૧૭૨
ભક્તિમાર્ગનું રહસ્ય
ચિંતન એ પ્રકાશ છે. પ્રકાશ પ્રેરણા આપે છે ચિંતનથી સ્મરણશક્તિ વધે છે. ચિંતનથી પ્રતિભાશક્તિ ખીલે છે. ચિંતનથી જ્ઞાનાવરણ તૂટે છે. જ્ઞાનાવરણ તૂટવાથી જ્ઞાનને ઉઘાડ થાય છે. જ્ઞાનના ઉઘાડથી મેહનીય કર્મ દબાય છે. મોહનીય કર્મ દબાવાથી વૈરાગ્ય વર્ધમાન થાય છે. વૈરાગ્ય વધતાં ફરીથી જ્ઞાન વધે છે. આ અદ્દભુત જ્ઞાન-વૈરાગ્યને સંબંધ છે. તેનું પૂર્ણપણું એટલે સંપૂર્ણ જ્ઞાન ને વીતરાગતા. સંપૂર્ણ જ્ઞાન ને વીતરાગતા એ જ પૂર્ણાનંદ, એ જ બ્રહ્માનંદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org