________________
૧૬૮
ભક્તિમાર્ગનું રહસ્ય જે સહુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પરને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!
જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારને શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છેશ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વતે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના ગે સહજ માત્રમાં જીવ પામવા ગ્ય થયે, તે સત્પરૂષના ઉપકારને સત્કટ ભક્તિએ નમસ્કાર હે ! નમસ્કાર હે !”
(૪૯૩) એવા પુરૂષના પ્રત્યક્ષ દર્શનથી
ગુપ્તતાએ મેહનું મર્દન થાય છે. સપુરૂષને સદ્વત્તિએ વંદન તે
આત્મામાં જાગૃતિનું સ્પંદન લાવે છે. સપુરૂષની મુખાકૃતિનું પ્રેમથી અવલોકન
તે સ્વાત્માની આવૃત્તિ માટે અવલંબન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org