________________
૧૬૬
ભક્તિમાર્ગનું રહસ્ય " સત્યરૂષ અને તેમનાં અમૃત સ્વરૂપ, શાંતભાવને પમાડ નાર વચને અનાદિની મેહનિદ્રામાં સૂતેલા ચેતનને જાગ્રત કરે છે, વૃત્તિ શિથિલ થઈ નીચે ઉતરે તે ત્યારે તેને સ્થિર રાખવામાં સહાય કરે છે, માત્ર દર્શનથી જીવને પિતાના નિર્દોષ અપૂર્વ સ્વભાવ પ્રતિ વળવાની પ્રેરણા આપે છે અને તેના સુંદર ફળરૂપ સ્વરૂપ પ્રતીતિથી આત્મજ્ઞાન. આત્મદર્શનની પ્રાપ્તિ કરાવે છે (૪થું ગુણસ્થાનક), તેથી પણ આગળ વધારી અપ્રમત્ત સંયમ, જ્યાં આત્માની શુદ્ધતાને નિર્વિકલ્પપણે અનુભવ થાય છે એવા સાતમાં ગુણસ્થાનકે લઈ જાય છે, અને ત્યાર પછી પિતાને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટ કરાવી કેવળીપદને પમાડે છે (૧૩મું ગુણસ્થાનક).
તેરમા ગુણસ્થાનકે હજુ મન, વચન અને કાયાના ત્યાગ પ્રવર્તમાન છે તથા ચાર અઘાતી કર્મો ભેગવવાં શેષ રહ્યાં છે. ત્યાં કેવળી પ્રભુને આયુષ્યકાળ અંતર્મુહૂર્તને બાકી રહે ત્યારે તે ભગવંત ત્રણેય વેગને રૂંધે છે અને છેલ્લે સમુદ્દઘાત કરી, ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન કરી, ભેગવી લઈ, ક્ષય કરી, શુદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે અને એક સમયમાં ઊર્ધ્વ ગતિએ સિદ્ધાલયમાં વિરાજી અનંત અવ્યાબાધ સહજાનંદ સ્વરૂપમાં સર્વ કાળને માટે રહે છે. આયુષ્યને છેલ્લે અંતમુહૂર્ત કાળ તે અગીકેવળી નામનું ચૌદમું ગુણ સ્થાનક છે. તે અહીં “છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર” એ વચનેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org