________________
ભગવાનરૂપ સત્પુરૂષનું માહાત્મ્ય
૧૬૫
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક ૮૭૫) શ્રી સત્પુરૂષનુ અદ્ભુત માહાત્મ્ય બળવાન ઉપકારી વચનેથી જણાવતાં પ્રકાશે છે —
“ અહા સત્પુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર,
પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
ક્રેન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ' સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્તસયમ અને
પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત;— છેલ્લે અયેગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્ષાં । ૐ શાંતિ:, શાંતિ, શાંતિઃ
"
તે
અહીં જીવની આત્મદશાની ઊંચી ઊંચી શ્રેણિને પ્રાસ થવાનાં શ્રેષ્ઠ નિમિત્ત કારણેા પ્રથમની લીટીમાં સ્પષ્ટપણે. જણાવ્યાં, તે સત્પુરૂષનાં વચનામૃત, તેમની ગુણેાથી સુચાશિત પવિત્ર મુખમુદ્રા અને અપૂર્વ તાને પ્રાપ્ત કરાવનાર પરમ ઉપકારી સત્યમાગમ. તે નિમિત્તોના આશ્રય વિના જીવને માર્ગની પ્રાપ્તિ થવી અત્યંત કઠણ છે એ સિદ્ધાંત રહસ્ય પણ ગૂઢપણે નિર્દે"શ. કરી બતાવ્યું, ભગવાનરૂપ સત્પુરૂષની મહત્તા અપક્ષપાતપણે જણાવતાં આ વચના સ્વયંસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org