________________
૧૬૪
ભક્તિમાર્ગનું રહસ્ય આત્માને ઉપગ” રહે એ આદિ માહામ્યવાળી અપૂર્વ દશા સંપ્રાપ્ત થાય છે, જ્યાં ભેદના ભેદ ખુલ્લા થાય છે, ગુપ્ત તાને પડદે ખસી જાય છે અને અનેક પ્રકારની શક્તિઓ પ્રગટ થાય છે.
આવા સત્પરૂષના અંતરમાં એક જ ઉલ્લાસ છે, એક જ મંગલ ભાવના છે, એક જ ધ્યેય છે કે પરમત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવી. તેમના અંતરંગમાં એ સિવાય અન્ય કેઈ સંસારગત
પૃહાને રંગનથી, તેથી તેઓ નિસ્પૃહ થયા છે કિંતુ તેમની નિસ્પૃહતા બહારથી કઈ જાણે શકે નહીં, કળી શકે નહીં એવી તેમની અંતરંગ ગુપ્ત આચરણ હોય છે. જ્ઞાનીની કળા અને વિદ્યાના અનભિજ્ઞ જીવો તેમના અંતરૂ ચારિત્રને કેમ પારખી શકે? તેમનાં બાહ્યા અને અંતર ચારિત્ર વચ્ચે કંઈ એકરૂપતા હોતી નથી. ઉદયાધીન બાહ્ય ચારિત્ર કર્મોનાં બંધનથી છૂટવા માટે થતું હોય છે. સ્વવીર્યના ઉપગથી ઉત્પન્ન સ્વપુરૂષાર્થરૂપ અંતર્ ચારિત્ર સર્વોત્કૃષ્ટ શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અર્થે થતું હોય છે. - “નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિક૯૫૫ણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે,” અને તે જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. (૭૧૦)
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ થઈ નિજસ્વરૂપમાં” (૮૭૩) સ્થિતિ થાય તે સષ્ટિ સિદ્ધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org