________________
૧૬૨
ભક્તિમાર્ગનું રહસ્ય જોઈએ.” કારણ કે પુરૂષને અંતર શૈલીનું ગુમ ભેદવાળું અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત હેવાથી યથાર્થ માર્ગદર્શન આપી શકે છે, જીવમાં રહેલા સ્થળ તેમ સૂકમ દેશે બતાવી કઢાવી શકે છે.
આ અંતર્ શૈલી અને તેમાં રહેલું ગુપ્ત જ્ઞાન ગુરૂશિષ્યની અખંડ પરંપરા દ્વારા અખંડપણે ચાલ્યા કરે છે અને મેક્ષમાર્ગ પણ અખંડિતપણે પ્રવહ્યા કરે છે.
આ અંતર્લી શી છે, કેવી છે? તેનું જ્ઞાન જે કે ગુપ્ત છે, તે પણ તે સમજવા માટે અંગુલિનિર્દેશ કરીએ. જેથી તેની ઝાંખી કરી શકાય. દેહ અને આત્મા સંગી અવસ્થામાં છે તથા આત્મા દેહવ્યાપી છે. હવે જ્યારે આત્મા જ્ઞાન પામે છે (ચેથું ગુણસ્થાનક) તે વેળાએ તે બંને દ્રવ્યો વચ્ચે અને તેમના સંબંધમાં કેવા પ્રકારની ગુપ્ત પ્રક્રિયા થાય છે તેનું જ્ઞાન તે અંતશિલીને વિષય છે. તે જ પ્રમાણે આત્મા ગુણસ્થાનનાં પાન ચઢતે જાય છે ત્યારે પણ તે બે પદાર્થો વચ્ચે થતી ગૂઢ પ્રક્રિયાનું જ્ઞાન તે જ શિલીમાં સમાય છે. શાસ્ત્રમાં આ આત્મિક વિકાસના કમને કમેની પ્રકૃતિની બંધ અવસ્થા, ઉદય, ક્ષય, સત્તાગતસ્થિતિ આદિથી બતાવ્યું છે અને સર્વ ગુણસ્થાનકેને ચઢતે ક્રમ મોહનીય કર્મની અપેક્ષાએ સમજાવ્યો છે. પરંતુ ઉપર જણાવ્યું તે વિષય સંબંધનું જ્ઞાન જણાવેલ નથી. સર્વવિરતિ, અપ્રમત્ત. સંયમ નામના ગુણસ્થાનકે, ઉપશમ તથા ક્ષેપક શ્રેણિઓ વગેરેને પરમાર્થ અંતર્લીના જ્ઞાનથી જ માત્ર સમજાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org