________________
ભગવાનરૂપ સપુરૂષનું માહાભ્ય
૧૬૧ પુરૂષાર્થ ઉપાડે છે ત્યારથી માંડી ક્રમશઃ સ્થિરતા અને શાંત તાનાં સુખદ સોપાન ચઢતે જઈ “નિશદિન જેને આત્માને ઉપયોગ છે” તે દશાને પ્રાપ્ત કરે છે ત્યાં સુધીમાં પરમકૃપાળુ શ્રીગુરૂની કૃપાથી તેને અવનવા આશ્ચર્યકારક અદભુત અનુભવે થાય છે તે અનુભને પરમાર્થ સમજાઈ હદયમાં ઉતરી જાય છે. શાસ્ત્રમાં કહેલાં કથનને વિશેષ અર્થ દષ્ટિગોચર થાય છે; મને નિગ્રહરૂપ તપના બળથી તથા બાહ્યાભંતર સંયમના પ્રભાવથી ચારેય ઘાતી કર્મો-જ્ઞાનાવરણીય, દર્શન વરણીય, મેહનીય અને અંતરાય કર્મોને વિશેષ વિશેષ ક્ષપશમ ઉત્પન્ન થતાં અનેક પ્રકારની જ્ઞાનાદિ શક્તિઓ તથા લબ્ધિઓ પ્રગટ થાય છે; બાહા શૈલીને અંતરું શિલી જેમ છે તેમ સમજાય છે.
સમસ્ત શાસ્ત્રો બાહ્ય શૈલીથી લખાયેલાં હોય છે, તે જે કે મહા ઉપકારી છે, દ્રવ્ય કૃતજ્ઞાન આપવામાં ઉત્તમ નિમિત્તરૂપ છે અને તે જીવને અનુભવજ્ઞાનની પ્રાપ્તિ અર્થે અધિકારીપણું આપે છે તે પણ તેની અંદર રહસ્ય કે મર્મ (જે અંતર શિલીને વિષય છે) પ્રગટ ન કર્યો હોવાને લીધે સ્વરૂપસ્થિતિ થવી સંભવતી નથી; આથી જ કહ્યું છે કે
શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી; મર્મ તે સપુરૂષના અંતરાત્મામાં રહ્યો છે.” વળી પત્રાંક ૨૦૦, “વચનાવલીમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું કે “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પણ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મેલ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org