________________
ભગવાનને ભક્તની વિનંતિ
૧૫૧
[૮]
અંત સમયની ભાવના પ્રભુ આટલું મને આપજે આયુષ્યની છેલ્લી ઘડી, ના રહે મને કઈ બંધન માયાતણું છેલ્લી ઘડી. મરણ પથારી પાસ સ્વજને ને સંબધી હે ભલે, જોયા કરે આ દેહને પણ ચિત્ત મારૂં નવ ચલે. મારી નજર મીઠી ફરે માગે ક્ષમા સહુ જીવની, પ્રભુ આપજે માફી મને નાની મોટી મુજ ભૂલની. સહેવાય ના મારા થકી એવી પીડા કદી ઉપડે તે દેડીને હાજર થજે તું તેજસ્વરૂપી મુખડે છેલી કસોટી આકરી પ્રભુ મુંઝવે સહુને ઘણી; કૃપા કરીને તારજે મને ભક્તજન તારે ગણી. તૈભક્તિદાન આપી કહ્યું, રહેજે હવે નિર્ભય બની; વચન આપ્યું છે તે મને તે પાળજે પ્રભુ હેતથી. દિવસ ત્રણ બાકી રહે, ભગવાન ! ત્યારે આપજે, દેહત્યાગના સમયનું ને દિનનું તું જ્ઞાન મને. જેથી મંગલ હેતુએ હું લીન થઈને કરી શકું; ચિંતન રૂડું ને ધ્યાન ઊંડું દિવ્ય જ્યોતિ સ્વરૂપનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org