________________
૧૫૦
ભક્તિમાર્ગનું રહસ્ય વળી હે પ્રભુ, ઉપકાર કરી આ દેહ છૂટવાના દિવસનું અને સમયનું જ્ઞાન તું મને ત્રણ દિવસ પહેલાં અગાઉથી આપજે જેથી હું તારા દિવ્ય સ્વરૂપના મરણ ચિંતન અને ખાનની પૂર્ણ તૈયારીમાં ઉત્સાહપૂર્ણ હોંશથી અને આનંદથી રહી શકું.
હે પરમકૃપાળુ ! તારાં આ વચને મારા હૃદયમાં સતત ગુંજયા કરી બળ આપે છે કે –
“પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ તે ત્યાં સુધીમાં જીવે અસંગાપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વી રૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેર ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરૂષને નિશ્ચય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર (૭૮૦)
તે હવે હે પ્રભુ, મારી છેલ્લી ઘડીની વિનંતિ છે કે મારો છેલ્લે શ્વાસ સંચરે ત્યારે તારી પ્રેમભક્તિના આરા. ધનથી મારી આત્મદશાની જે યેગ્યતા તારા જ્ઞાનમાં દેખાતી હોય તે અનુસાર મારા આત્માની સમતા, સ્થિરતા કે શાંતિની નિમગ્નતા રખાવજે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org