________________
૧૪૯
ભગવાનને ભક્તની વિનંતિ
હે પ્રભુ, મારાથી સર્વ પ્રકારે સર્વથા ભિન્ન એવા આ નાશવંત દેહની મરણ પથારી પાસે સ્વજને અને સગાસંબંધીઓ એકઠાં મળ્યા હોય અને આ દેહને જોતાં હોય, ત્યારે મને માયાનું એક પણ બંધન ન હૈ, મેહને અંશ ન હે, અને મમતાને સ્થાને સમતા હો એ તારી પાસે માગું છું અને તેમાં સફળતા મળશે એમ તારા અનુપમ અનુગ્રહથી અંદરમાં પ્રતીતિ વતે છે. હે પ્રભુ, સંસારના એ સર્વ સગાંસંબંધીઓ પ્રત્યે એક મીઠી નજર ફેરવી જઈ તેમની જગતના સમસ્ત જીવેની થયેલા સર્વ અપરાધ બદલ ક્ષમા યાચના કરૂં તેમ તેમનું કલ્યાણ ઈચ્છું તેમ મારી પાસે કરાવજે.
હે પ્રભુ, અશાતા વેદનીયને કદી વિષમ ઉદયકાળ હોય અને મારાથી સહન ન થઈ શકે એવી દેહપીડા ઉપડે તે મને તારે ભક્તજન જાણી તું એકદમ દેડીને હાજર થજે અને તારી તેજસ્વી મુખમુદ્રાના દર્શનથી વેદનાને ભૂલાવી હર્ષિત કરજે.
હે પ્રભુ, પૂર્વે જ્યારે તે મને કરુણ લાવી ભક્તિનું દાન દીધું હતું, પ્રેમપીયૂષની અંજલિ ભરીને પાઈ હતી અને શ્રદ્ધાના તેજને પાથરી અંતરનાં દ્વાર ઉઘાડયાં હતાં, ત્યારે તે મને નિર્ભયપણે રહેવાનું વચન આપ્યું હતું, તે તું પ્રીતથી અને હેતથી પાળજે અને મને આ કસોટી કાળે નિર્ભય રાખજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org