________________
૧૪૮
ભક્તિમાર્ગનું રહસ્ય તે માટે હે પરમગુરૂ! આપના અનુપમ, સર્વોત્તમ સહારાની પરમ આવશ્યકતા છે, સહારાના આશરા વિના વિકાસ સાધવે તે આકાશકુસુમવત છે. તે હે નાથ ! મને સાથ આપી, મારી બાંહ્ય ઝાલી, સત્વર તારે, તારે, એ જ મારી હૃદયપૂર્વકની આત્મભાવે વિનંતિ છે. મારી ભાવના પૂર્ણ કરશે, પૂર્ણ કરશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
[૭] છેલ્લી ઘડીની વિનંતિ
હે પ્રભુ, આ નશ્વર દેહના આયુષ્યની છેલ્લી ઘડી આવે તે અવસરે હું તારી પાસે આટલી માગણી કરું છું, તે તું પૂરી કરજે, પૂરી કરજે.
દેહાયુષની પૂર્ણતા એકાએક થોડી ક્ષણમાં થાય તે પણ તારું સ્મરણ અને ધ્યાન આત્મજાગૃતિપૂર્વકની તલ્લિનતાવાળું રખાવજે. દેહ વ્યાધિગ્રસ્ત બની નિર્બળ થતું જાય અને વ્યવહારે ચારે નિષ્ફળતાને પામતા જઈ અંતિમ ક્ષણ સમીપ આવે ત્યાં સુધીના ઉપકારી કાળમાં તારું જ ચિંતન રટણ રહે એવું અવશ્ય કરાવજે.
હે પ્રભુ, દેહત્યાગની આકરામાં આકરી કસોટી વેળાએ અનંત કાળથી જીવ મુંઝાયે છે અને તે પ્રસંગે આપચિગ દેહાદિમાં રાખીને વર્યો છે, પરંતુ હવે તારી અસીમ કૃપા મારા પર ઉતરી હેવાથી તેમ ફરીથી નહીં બને એ વિશ્વાસ છે તે માન્ય રાખજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org