________________
ભગવાનને ભક્તની વિનતિ
૧૪૭
સૂક્ષ્મ અભ્યંતર અવલેાકનથી જોતાં પ્રગટ ભાસે છે કે વિશુદ્ધતાએ કરેલી વિનતિ મારા ચિત્તની વિકારી, વ્યભિ ચારી અને મલિન અવસ્થાને ટાળી વિશુદ્ધ કરવા પ્રવૃત્ત થઇ ચૂકી છે; મળ વિક્ષેપની વિશેષ ન્યૂનતાથી ઉત્પન્ન વિશુ દ્ધિના કારણે એ જ હૃદયપૂર્વક કરેલી વિનંતિ નિરાગી, સહજાત્મસ્વરૂપ પરમગુરૂ આપ પ્રભુની સમીપ લઈ જવામાં પ્રગટેલા દીપ સમાન પ્રકાશરૂપ બની છે; અને મારી પ્રબળ ઉમેદરૂપ આશા છે, અચળ શ્રદ્ધા છે કે તે એક દિવ્ય જ્ગ્યાતિ મય સુભગ કાળે યથાતથ્ય નિમિત્તને પામીને મારા અંતર્ ચક્ષુની બંધ બારી પરભારી ઉઘાડવામાં પ્રતિબ’ધના હ્રાસ કરી સહાયકારી થશે. મને વિશ્વાસ છે કે તેનું સુંદર ફળ એ આવશે કે મારૂં વિક્ષિપ્ત ચિત્ત અક્ષેાલપણાને પામીને આપનાં પવિત્ર ચરણકમળમાં ચેાંટી રહેશે; અને એક વખત એવા પરમા પુણ્યને અદ્વિતીય ઉદય આવશે કે આને નિવાસ સર્વ બંધનપાશના નાશ કરી ઓપનાં ચરણ પાસે જ હશે, તે મારા દિવસ પરમ ધન્ય હશે.
હે પરમકૃપાળુ પરમાત્મા ! આપની ભક્તિનુ ફળ આવડું માટુ છે તેની યથાર્થ પ્રતીતિ આ આત્મામાં નિશ્ચયે પ્રકાશિત થઈ છે. મારે તા હવે આપની કૃપાથી આપની આજ્ઞાનુ આરાધન એક ચિત્તે, મન, વચન અને કાયાની એકાગ્રતાથી અને એકનિષ્ઠાએ કરવું છે; કેવળ નિઃશક, નિર્ભય અને નિ:સ'ગ થવુ' છે.
•
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org