________________
૧૪૬
ભક્તિમાર્ગનું રહસ્ય પ્રભુજીને મારા આત્મકલ્યાણ માટે અત્યંત ભક્તિપૂર્વક કોટિ કોટિ વંદન કરું છું, વંદન કરૂં છું.
હે પ્રભુ! નિશાદથી માંડીને મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી વર્તમાનકાળ પર્યત જે જે ભગવાનરૂપ સપુરૂષ અને જ્ઞાની પુરૂષ આ જીવના ક્રમિક આત્મદશાના ઇષ્ટ વિકાસમાં નિષ્કારણ કરવા કરી ઉપકારભૂત થયા છે અને આગામી કાળમાં પૂર્ણ શુદ્ધતા, નિર્વિકારતા અને વીતરાગતા પામતાં સુધીમાં થશે તે સર્વ ભગવતેને અત્યંત અત્યંત વિનયભક્તિસહ વંદન કરું છું, વંદન કરૂં છું.
હે અમૃતસાગર! કૃપાવંત પ્રભુ! આપની અસીમ કૃપાથી, અગમ અગોચર અમીમય દિવ્યદષ્ટીથી મારું હૃદય આજે પ્રભાતના ઉદયકાળથી નિર્મળ પ્રેમાનંદથી ઉભરાય છે; અંત. રંગમાં ઉછરંગનાં તરંગ ઊછળી ઊછળીને શમાય છે; તરંગ શમાતાં વિશુદ્ધ પ્રેમ શ્રદ્ધાને પ્રેમળ ઝરે દેહમાં કેઈ ન સમજાય તેવી શીતળતા પાથરતે હેય તે આભાસ થાય છે અને ચિત્ત પ્રસન્નતા અનુભવાય છે. આ પ્રકારને સુરમ્ય અને આનંદપ્રેરક અનુભવ અત્યાર સુધી ક્યારે પણ થયે નહિ, તેથી અંતરમાં એમ દઢ નિશ્ચય થાય છે કે આપને પ્રાર્થના સહિત કરેલી વિનંતિ કેટલી બળવાન, એકાંત હિતકારી અને કલ્યાણકારી ફળ આપવામાં સમર્થ છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org