________________
૧૪૫
ભગવાનને ભક્તની વિનંતિ
પરંતુ હે કૃપાનાથી અમારી ભૂલની પરંપરાને લીધે અમે ભયસંજ્ઞાના ઉદયથી, અણધારેલા ઉદયકાળથી અને અશુભ નિમિત્તોથી ગભરાઈ જઈ અમારી સ્થિરતા ગુમાવીએ છીએ અને અશાંતિના વંટોળમાં આમ તેમ અટવાઈએ છીએ. આપ કૃપા કરીને તેની સામે પડવાનું ખૂબ બળ આપશે, અને નિમિત્તાધીન દષ્ટિ છેડાવશે.
હે પ્રભુ! અમારે તે અમારી એવી આત્મદશા જોઈએ છે કે કેઈપ્રત્યે રાગ કે દ્વેષ ન થાય, અમારી શાંતિ ન જોખમાય, અને સમાધિભાવ બ રહે. આ અમારી ભાવના પૂરી કરશે. અમારે તમારા સિવાય કઈ આશરે નથી, કેઈ શરણ નથી. અમે તે આપ પ્રભુના રક્ષણ નીચે રહી સર્વ પ્રકારે નિર્ભય થવા ઈચ્છીએ છીએ.
હે નાથ! આપ તે પરમ પિતા છે, પરમ ત્રાતા છે, અમારી શ્રદ્ધાની કચાશને લીધે અમે ભયથી ધ્રુજીએ છીએ અને ડરથી મરીએ છીએ. કૃપા કરીને અમારી શ્રદ્ધા વધારતા જશે. અમારે પણ શ્રદ્ધાને વધારીને કેવળ નિઃશંક, નિર્ભય ને નિઃસંગ થવું છે. આપને અમારા માથા ઉપર રાખવા છે, જેથી કોઈ પ્રકારે ભયને અંશ અમારા હૃદયમાં પ્રવેશ કરવાની હિંમત સરખી ન કરે.
અનંત શક્તિઓને ઘેધ ભક્તજનેના હદયમાં વરસાવનાર, અખૂટ આત્મવીર્ય પ્રગટાવનાર, સર્વજ્ઞ, સર્વદશી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org