________________
૧૪૪
ભક્તિમાર્ગનું રહસ્ય હાથ ઝાલી, સાથ આપી આપની બાથમાં લેશે. અને આપના ઉત્તમોત્તમ ગુણેનું દાન કરીને ધન્ય કરશે, ધન્ય કરશે.
હે દેવાધિદેવ, તીર્થંકરપ્રભુ! આપ તે અમારા પરમ પિતા છે, ને અમે તમારાં બાળક છીએ. આપને બાળકો પ્રતિ અનન્ય પ્રેમ છે, તે આપ અમને આપનાં અનંત જ્ઞાન, દર્શન અને સુખના અખૂટ ભંડારના વારસદાર જલદીથી કરો. | મારી ઉપાદાનની યેગ્યતા ક્ષણે ક્ષણે વધારે અને જેમ બને તેમ ત્વરાથી આપ જેવી અનંત શાંતિ અનુભવીએ અને ધીરજ તથા સમતાને અવગાહીએ એવી આપને વિનંતિ છે.
હે પ્રભુ! વર્તમાનમાં ન કપેલા ઉદયકાળે આવતાં અમે અમારી સ્વસ્થતા અને આત્મશાંતિ રાખી શક્તા નથી. હે નાથ ! એટલી બધી શક્તિ આપશે કે જેથી તે ઉદયકાળ સામે વીરતાથી લડી તેને નિ:સત્વ કરી શકીએ.
હે સર્વજ્ઞદેવ! આપની છાયા નીચે કંઈ જ કરવું અશક્ય નથી. અમારે તે આપની કૃપાથી અદ્ભુત પુરૂષાર્થ ઉપાડ છે, કયાંય પણ અટકવાની વૃત્તિ નથી, દિન-પ્રતિ દિન અમારી શ્રદ્ધાને વધુ બળવતી કરવી છે અને સમયે સમયે આપ પ્રભુને સાથ પામવે છે, જેથી અમે ત્વરાથી આપનાં પવિત્ર ચરણેમાં વાસ થતાં અમારું જીવન ધન્ય કરીએ, ને આપના જેવા થઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org