________________
૧૪૨
ભક્તિમાર્ગનું રહસ્ય હે જીવ! આ સંસાર દુઃખે કરીને આત્ત અને ભયાકુળ છે, તેના થકી વિરામ પામ, વિરામ પામ! તેમાં કયું સુખ છે એ વિચાર! સાચું અનંત અવ્યાબાધ સુખ તે તારા આત્મામાં છે. તેનું વિસ્મરણ કરી મિથ્યા સુખની વાસનાને લઈ બહારના પદાર્થો પાછળ શા માટે દોડે છે, અને ખુવાર થાય છે? હે જીવ, સમજ, કાંઈક સમજ, બુઝ, જાગૃત થા, જાગૃત થા ! પ્રમાદને ત્યાગ કર, ત્યાગ કર!
હે જીવ! વિચાર કર. આ સંસારમાં જીવ એકલે જન્મે છે, એકલે મરે છે અને એટલે જ પિતાના પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે. તેને કઈ સગું નથી, કેઈ વહાલું નથી, બધા તેનાથી કેવળ ભિન્ન છે. માત્ર પૂર્વના ત્રણાનુંબંધના યોગે છે સંસારના જૂઠા સગપણથી સબંધિત થાય છે, મેળો ભરાય છે અને ઋણનું ચૂકવણું પૂરું થતાં વિના વિલંબે, આદર્યા અધૂરાં રાખી, જી વિદાય લેતા જાય છે. એક સમય માત્રને ગોટાળો કે વિલંબ તેમાં થતું નથી. જે જન્મમરણે પરવશતાએ થયા કરે છે તેમાં શરણરૂપ કઈ થતું નથી. એવા આ અનિત્ય અને અશરણરૂપ સંસારથી વિરામ પામ, વિરામ પામ! તારૂં હિત સંભાળ, ડાહ્યો થઈ સમજ.
હે પ્રભુ! આપનાં અમૂલ્ય વચન પર શાંતિપૂર્વક ચિત્ત દઈને વિચાર સરખે કર્યો નહીં અને તેની ભારે ભાર ઉપેક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org