________________
૧૪.
ભક્તિમાર્ગનું રહસ્ય સનાથ કરશે, પરમ પિતા છે તે આ બાળકને હાથ ઝાલશો અને પરમ ત્રાતા છે તે આ સંસારથી ભયભીત આત્માને રક્ષણ આપશે. આ બાળકે ભૂલેની પરંપરા કરેલા છે, અનંત દેષ કયાં છે તે સર્વની ક્ષમા આપી, માફ કરવા વિનંતિ છે. મારા તે સર્વ દોષે ભસ્મ કરશે અને મને તેનાથી છેડાવશે.
હે પ્ર! આપની આજ્ઞાભક્તિમાં રહું, આપની ઈચ્છાને અનુસરૂં, આપ રાજી રહે તેમ જ કરું એ જ જિજ્ઞાસા છે, તે આ બાળકને પ્રેરણા, બળ અને શક્તિઓ આપતા જ રહે એવી વિનંતિ છે.
હે પ્રભુ ! આપની કૃપાથી આપની અને વિતરાગધર્મની શ્રદ્ધા થઈ છે તે તે શ્રદ્ધાને બળ અપાવી બળવાન કરાવશો, જેથી વિષમ ઉદયકાળ વખતે પણ તેમાંથી ચલિત ન થઉં. મારે તે આપના સિવાય બીજું કઈ શરણ નથી. આપ જ આ આત્માને ઊંચે ચડાવશે અને ઉત્તરોત્તર ઊંચી ઊંચી પાયરી પર લઈ જશે, જેથી પરિણામે હું આપને અનંત સુખવાળા જ્ઞાનદર્શનમય સ્વરૂપમાં ભળી જઈ એકરૂપ થાઉં. એ પરમ મંગળ અવસરની ખૂબ ઉત્કંઠાથી પ્રતીક્ષા કરી રહ્યો છું. ને જલદી જલદી પ્રાપ્ત થાઓ એવી આપને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. હે પ્રભુ! મને મેહના ફંદામાંથી મુક્ત કરશે.
રાગદ્વેષના ઝેરથી રક્ષણ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org