________________
ભગવાનને ભક્તની વિનંતિ
૧૩૯ ભગવંતને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર
હે પ્રભુ! આપનાં પરમ શાંતરસમય અમૃત વચને શ્રવણ કરી, વાંચી, વિચારવાથી મને પ્રતીતરૂપ જણાયાં છે. સંસાર, દેહ અને ભેગનું સ્વરૂપ ક્ષણિક, વિનાશી અને દુઃખદાયક જેમ આપ ભગવંતે કહ્યું છે તેમ જ છે, એવું ભાન આપના અનુગ્રહથી થયું છે. અનાદિકાળની કલ્પિત સુખની ભ્રાંતિ લક્ષમાં આવી છે અને સ્વાધીન, અખંડ સુખવાળા નિજાત્માની પ્રતીતિ થઈ છે, તે આપની કૃપા માટે અતિ ઉપકાર માનું છું. હવે આ દેહાદિના બંધનથી છૂટવાની જિજ્ઞાસા છે તે આપ પ્રભુ પાર પાડે એવી વિનંતિ છે. | હે પ્રભુ આ જીવ અનંતકાળથી સંસારની ચારે ગતિમાં રઝળે છે અને દુઃખી થયા છે. હવે તે સંસારસાગર તરી જવાની ઈચ્છાવાળે થયો છે. આપ ભગવંતના સાથ વગર તેમ થવું અસંભવિત છે, તેથી તે આપના પવિત્ર ખેળામાં તેના મન, વચન, કાયા અને તેનું પિતાનું કહેવાતું સર્વસ્વ આત્મભાવે અર્પણ કરે છે અને આપનું શરણ સ્વીકારે છેઆપ તેને પ્રેરણા આપશે, માર્ગદર્શન આપશે, પુરુષાર્થ કરાવશે અને પુરુષાર્થ કરવાની જોઈતી શક્તિ પણ આપશે. હે પ્રભુ! આપ તે બધું જ કરવા સમર્થ છે, આપનાથી કાંઈ જ અશક્ય નથી.
હે પ્રભુ! આપ તે અનાથના નાથ છે તે આ જીવને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org