________________
૧૩૮
ભક્તિમાર્ગનું રહસ્ય (૬) જગત્રય વત્સલ કેતાં જગત્રયના ધર્મહિતકારી, એવા મહાવીર શ્રી વીશમા જિનવર, તેહને સુણી કેતાં સાંભળીને ચિત્ત કેતાં મન તે પ્રભુને ચરણને શરણે વાસ્યા કેતાં વસાવ્યું. તે માટે હે પ્રભુ પરમેશ્વર ! મારે આત્મા તો પલટાને સર્વ સાધન કરે એવી શક્તિ દેખાતી નથી, માટે ભદ્રક ભક્તિએ કહું છું જે હે તાત! હે દીનબંધ! મુજ દાસને તમે તારજો, તમારું તારકતાનું બિરુદ રાખવા માટે દાસ જે સેવક તેની સેવના ભક્તિ સામું જોશે નહીં, પણ તમારે સંગે તરીએ, એહી જ નિયમો આધાર છે.
(૭) માહરી એટલી વિનતિ માનજે, એ પણ ભદ્રકપણાથી ભક્તિનું વચન છે, જે શક્તિ સામર્થ્ય એવી આપજે, તે કહે છે. જે ભાવ કેતાં વસ્તુધર્મ તે સ્વાદુવાદ રીતે નિત્ય અનિત્ય, એક અનેક, અસ્તિ નાસ્તિ, ભેદ અભેદપણે છ દ્રવ્યના અનંતા ધર્મ શુદ્ધ, શંકાદિક દૂષણ રહિત ભાસે કેતાં જાણપણુમળે આવે, સાધી કતાં નીપજાવીને સાધકદશા તે ભેદરત્નત્રયી, સિદ્ધતા, નિષ્પન્નતા અનુભવે કેતાં ભગવે, સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન સિદ્ધ ભગવાન તેહની વિમળ કેતાં નિર્મળ જે પ્રભુતા તે પ્રકાશે કેતાં પ્રગટ કરે, એટલે સ્વાદુવાદ જ્ઞાને સાધકતા પ્રગટે, સાધકતાથી સિદ્ધતા પ્રગટે, એવી જ સાર પદ્ધતિ છે.
[૩] અનન્ય શરણના આપનાર, સહજાત્મ સ્વરૂપ, દીનના બેલી, અનાથના નાથ, કેવળ કરુણામૂર્તિ એવા આપશ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org