________________
અસંગતા, સદ્ગરુભક્તિ, તપ, જ્ઞાન એ રૂપી સપુષ્પથી તે મુમુક્ષુ ભગવાનની પૂજા કરે છે.
વળી એજ આશય પ્રદશિત કરનાર શ્રીમદ્ રાજયંછનાં વચને આ સ્થળે ઉતારીએ છીએ. તેઓશ્રી પત્રાંક ૮૫૫માં જણાવે છે કે –
“પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે, ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે.” - અત્રે “શુદ્ધ” શબ્દને પ્રવેગ થયેલ હોવાથી સમ્યગદર્શનપૂર્વક અહિંસાદિ સદ્વર્તન સમજવા ગ્ય. “ચરણપ્રતિપત્તિ ની સિદ્ધિ ત્યારે જ થાય છે. મહર્ષિ હરિભદ્રા ચાર્યજીનાં વચમાં “જ્ઞાન” અને “અસંગતા” શબ્દથી પણ એજ આશય નીકળે છે. યથા શક્ષ્ય સિદ્ધ જળક્ષ્ય સિદ્ધિ આત્મદ્રવ્યની સિદ્ધિ થયે ચારિત્રની સિદ્ધિ-ચારિત્રની સભ્યતા.
આ ઉપરથી ભક્તિનું માહાસ્ય અને રહસ્ય, તેને ઉત્તરોત્તર વિકાસક્રમ સમજાશે. ભક્તિનું ફળ બતાવવા શામાં કહ્યું છે કે
तद्वत्तोर्थकरान्ये त्रिभुवनभावप्रभावकान् भक्त्या। समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥ .. અર્થાત-“તેની જેમ ત્રણે ભુવનના ભાવેને પ્રગટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org