________________
ભગવાનને ભક્તની વિનંતિ
૧૩૧ હે પ્રભુ! મને સદાય આપનું મરણ અને શરણ રહો એ વિનંતિ છે.
[૨] હે પ્રભુ! કરૂણાના ભંડાર, નિકારણ દયાના સાગર !
હું આપનું અજ્ઞાન, અબુધ, અને અશક્ત પામર બાળક છું. પરમ દીનતાથી મારા આત્મકલ્યાણના અર્થે આપના શરણે આવ્યો છું. અનાથમાંથી સનાથ થવા આપના નિષ્પાપ, નિર્દોષ ચરણકમળમાં રહેવાની જિજ્ઞાસા થઈ છે.
હે અનાથના નાથ, અસહાયના સાથ! મને કંઈ આવડતું નથી. પ્રાર્થના કેમ કરવી તથા આપની પાસે શું માંગવું તેનું પણ જ્ઞાન નથી. મારી તે એટલી જ બુદ્ધિ ચાલે છે કે આપ ભગવંતને આશ્રયે મારું કલ્યાણ છે. તે સિવાયનું બધું આપ કૃપા કરીને શીખવશો.
કેવળ સુખના દાતા ! હું આપના પાવનકારી ખેળામાં માથું મૂકું છું. આપ મારી સંભાળ લેશે એ માગું છું. મારી તે એવી ઈચ્છા રહે છે કે હું આપની આજ્ઞાભક્તિમાં સદા રહું, આપની ઈચ્છાને અનુસરું અને આપની કૃપાદષ્ટિને અધિકારી થઉં.
હે ગુણગુણના ભંડાર, ચૈતન્યપ્રભુ સ્વામી ! આપ નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, અનંતજ્ઞાની,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org