________________
૧૩૦
ભક્તિમાર્ગનું રહસ્ય સંબંધી, સદ્ગુરુ સંબંધી, મુમુક્ષુ ને જિજ્ઞાસુ સંબંધી, સાધમ અને પરધર્મી ભાઈ-બેન સંબંધી, માતા-પિતા સંબંધી, પતિ (પત્ની) સંબંધી, સગા-પિત્રાઈ ભાઈ-બેન સંબંધી, કુટુંબ સંબંધી, સંસારના સમસ્ત જે સંબંધી અવિનય, અશાતના, વિરાધના આદિ કોઈ પણ દેષ કર્યા હાય, કરાવ્યા હોય, કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય તે આપની પાસે અનંત સિદ્ધ ભગવંત અને કેવળી ભગવંતની સાક્ષીએ પશ્ચાતાપપૂર્વક શમાવું છું. હે પ્રભુ! તે મારા સર્વ દોષ ભસ્મ કરશે એ વિનંતિ છે.
હે નાથ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરંપરિવાદ, રતિ-અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્ય એ અઢાર પાપસ્થાનકમાંથી કેઈપણ સેવ્યા હોય, સેવરાવ્યા હેય, સેવતા પ્રત્યે અનુમેઘા હોય તે સર્વ દોષની આપની પાસે સિદ્ધ પ્રભુ અને અરિહંત પ્રભુની સાક્ષીએ બે હાથ જોડી, માન મોડી ક્ષમાવું છું. હે પ્રભુ! મારા તે સર્વ દે મિથ્યા થાઓ, મિથ્યા થાઓ એ વિનંતિ છે.
હે પ્રભુ ! ઉદયકાળ પ્રમાણે વર્તતા રાગદ્વેષ આદિ કર્યા હોય તે માટે માફી માગું છું. કૃપા કરીને મારા અપરાધે નિષ્ફળ કરી ક્ષમા કરો એ વિનંતિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org