________________
s
ભગવાનને ભક્તની વિનંતિ
[૧] હે પ્રભુ! આ જીવ અનાદિકાળથી આ સંસાર અટવીમાં અજ્ઞાનદશામાં મૂઢ થઈ રઝળ્યા કરે છે, આથડ્યા કરે છે. તે દેવ, નરક, મનુષ્યમાં અને તિર્યંચ ગતિઓમાં ભમે છે. બીજાઓને દુઃખી કર્યા છે અને પિતે દુઃખી થયે છે. અનંત પરિભ્રમણકાળમાં ઈર્ષા, વૈર, અવગણના, અવજ્ઞા, અસૂયા, મદ, મત્સર, તૃષ્ણા, ક્રોધ આદિ તીવ્ર માઠા પરિણામ કરીને તેને વશ માઠાં કૃત્ય કરી પાપકર્મના ભારથી બંધાય છે, તે સર્વથી મુક્ત થવા ઈચ્છે છે.
હે પ્રભુ! આ જીવે ભૂલ કરવામાં કંઈ જ બાકી રાખેલ નથી. અજ્ઞાનવશ, પ્રમાદવશ, નિર્બળતાવશ તેણે આ અનાદિ સંસારમાં સર્વ પ્રકારના ભાવે અને સર્વ પ્રકારનાં કૃત્ય કર્યા છે, તે સર્વ દષથી આપની કૃપાએ છૂટવા ઈચ્છે છે.
હે પ્રભુ! આ જીવે મનથી, વચનથી, કાયાથી, જાણતાં અજાણતાં, ઉપગપણે કે અનુપાગપણે, આપના સંબંધી, આપના જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી, પંચ પરમેકી ભગવંત સંબંધી, જ્ઞાન અને શાન સંબંધી, દર્શન અને દર્શની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org