________________
૧૩૨
ભક્તિમાર્ગનું રહસ્ય અનંતદશી છે. એ આપના ઉત્તમ ગુણે વારંવાર સ્મરણમાં આવે છે. આપની કૃપાથી એ સર્વ ગુણે મારામાં પ્રગટે અને હું આપના જે થાઉં એ મારી જિજ્ઞાસા છે, તે તે સફળ કરશે એવી આપના આ દીનહીન બાળકની નમ્ર વિનંતિ છે.
બાકી તે હે પ્રભુ! આ જીવને કંઈ બોલતાંય આવડતું નથી અને કરતાંય આવડતું નથી, તે આપ સર્વજ્ઞદેવથી ક્યાં અજાણ્યું છે? આપને આશ્રયે છું તે તેની જવાબદારી આપની જ છે. હવે આપને ગ્ય લાગે તેમ કરશે અને મારી પાસે કરાવશે. હું અજ્ઞાન છું તેને જ્ઞાની કરે, અબુધ છું તેને બુદ્ધ કરે અને અશક્તહીન પુરુષાર્થી છું તેને સશક્ત–પુરુષાર્થ કરે તે આપને આધીન છે તે તે સર્વ કૃપા કરીને કરાવશે એ આપને પ્રાર્થના છે.
હે પ્રભુ! અપરાધી એવા આ રંકની નીચેની વિનતિ અવધારી મને મારી પ્રભુતા પમાડી આત્મિક સુખના ભોક્તા બનાવશે.
(ઝુલણા છંદ) તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજશ લીજે, દાસ અવગુણભર્યો જાણે પિતાતણે,
દયાનિધિ દીન પા દયા કીજે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org