________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ
૧૨૩ નિષ્ઠાપૂર્વક એક લય લગાડી તેની એકતારૂપ પરિણમવાને ઉપકારી ઉપદેશ અને આદેશ આપે છે. કેમકે તે ત્રણ ગુણનું એકત્રતારૂપ પરિણમન તે આત્માનું શુદ્ધ ચારિત્ર જ છે, અર્થાત્ ત્યાં ભેદરૂપ અવસ્થા વિલીન થતાં શુદ્ધ આત્માને શુદ્ધ અનુભવ પ્રકાશિત થાય છે, આત્મા પરમાત્મારૂપ થાય છે; પરાભક્તિની છેવટની હદ આ છે. ભક્ત આ વિકાસ સાધક ઉપદેશથી અત્યંત પ્રસન્ન થાય છે અને આદેશને શિરસાવંઘ ગણી તે પુરૂષાર્થ ઉપાડી તેમાં લીન થવાને દઢ નિશ્ચય કરે છે. આવા અદ્ભુત માર્ગદર્શન અને પ્રેરણાબળ પ્રદાન કરવા માટે શ્રી સદૂગુરુદેવને ખૂબ આભાર માને છે.
ભક્ત શાંતભાવથી શ્રી ગુરુને પ્રાર્થો છે –
“હે કરૂણ સાગર, પૂર્ણ નિર્ભયતાનું દાન કરનાર, સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિની પ્રાપ્તિના માર્ગદર્શક તથા ઉત્તમોત્તમ પ્રેરણાના દાતા શ્રી ગુરુ ભગવંત,
આપે અનંત કરૂણા કરી આપના આ ભક્તને ગુણના ઊંચા ઊંચા સ્થાન પર આરૂઢ કરવાને જે મહાન ઉપકાર કર્યો છે અને કરતા રહે છે તેથી તે આપનાં પવિત્ર ચરણોમાં પડી ભાવ પૂર્વક નમન કરે છે, આપ દયાળુદેવને સમય સમયના વંદન કરે છે. તે વંદનને આપને સ્વીકાર તે આના સદ્ભાગ્યના પરમ પુયના ઉદયરૂપ પ્રકાર છે એમ તેને સમજાય છે.
આપે શુદ્ધતાની ઉત્તમ શ્રેણિ પર ચઢવા પથદર્શન કરાવી આદેશ આપે, તે આપની આજ્ઞાથી અને આપની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org