________________
૧૨૪
ભક્તિમાર્ગનું રહસ્ય કૃપા થકી તે પવિત્ર આદેશનું આરાધન એકનિષ્ઠાએ કરવાનું ચૂકીશ નહીં અને મને નિઃશંક ખાત્રી છે કે તેમ કરવાથી સર્વ પરભાવ વિદેશ જઈ આપે બતાવેલ ઉદ્દેશની સિદ્ધિ થશે.
હે શાંતમૂર્તિ, જ્ઞાનમૂર્તિ, ચૈતન્યમૂતિ પરમાત્મા,
મને આપ સમાન જલદી જલદી કરે એ જ મારી અંતિમ ઇચ્છા છે, ભાવના છે અને પ્રાર્થના છે, તે ઉપકાર કરીને પૂર્ણ કરશે.”
ઉલ્લાસથી ભક્તનું આત્મવીર્ય સર્વ પ્રદેશે ઈષ્ટની સિદ્ધિ માટે ઊછળી રહ્યું છે કે તેના રોમ રોમમાં એ એક જ લગની થનગની રહી છે. તેનું ચિત્ત કોઈ અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી તેનું મન કેઈ અન્ય વિષયનું મનન કરી શકતું નથી.
એવી દશામાં એક ધન્ય દિવસે ભક્ત શ્રી સદ્દગુરૂદેવના ચૈતન્યસ્વરૂપ પ્રત્યેના (પરમાર્થથી પિતાના સ્વરૂપ પ્રત્યેના) પ્રેમ શ્રદ્ધાના પૂરમાં તરતે તરત અર્પણતારૂપ હલેસાં મારતા માતે, વેગની ગતિ વધારત આગળ ને આગળ જઈ પંથ કાપે છે. પંથને છેડે નજીક જ છે અને ત્યાં પહોંચતાં ગુરૂકૃપાના બળથી અને આજ્ઞાના અદ્વિતીય આરાધનથી પ્રેમશ્રદ્ધા–અર્પણતા એકરૂપ થાય છેભેદને ભંગ થઈ સ્વાત્માની અસંગ દશા, શુદ્ધ દશા, અતિ અતિ પવિત્ર અને નિર્મળ દશા ભક્તને અનુભવગમ્ય થાય છે. ભક્ત તેમાંથી બહાર નીકળે છે ત્યારે તેના અપૂર્વ આનંદને કઈ પાર નથી. અત્યાર પર્યંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org