________________
ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ
૧૨૧ હાથ ફેરવ્યો ત્યારે તે ભક્તના અંતરાનંદની કોઈ અવધિ ન રહી; તે અમનસ્ક, વિક૯૫થી રહિત, કેવળ શાંત પ્રેમસમા. ધિમાં લીન થઈ ગયા. તે સમાધિસુખમાંથી બહાર આવતાં જ વંદન કરી પ્રભુજીને ખૂબ ખૂબ ઉપકાર માન્ય. ધન્ય છે તે અપૂર્વ અનુભવને, ધન્ય છે તે પવિત્ર ક્ષેત્રને અને ધન્ય છે તે સુભગ કાળને ! ભક્તની ભાવના આ રીતે પૂરી થઈ સદ્ગુરૂદેવની ભક્તિનું ફળ અજોડ છે તેની આથી વિશેષ પ્રતીતિ કઈ હોઈ શકે? પ્રાર્થનાની નવમી અવસ્થા
ભક્તના આત્મિક વીર્યની વર્ધમાન પામતી પ્રગટતાથી સમર્પણ ભાવ ઊંડે ઉતરી સૂક્ષ્મતા તરફ દિનપ્રતિદિન આગળ વધે છે અને તેની પૂર્ણતાના લક્ષે તેને પુરૂષાર્થ પણ વધત જાય છે. સદ્ગુરૂદેવની કૃપાથી અને આશિષથી તેનામાં પ્રબળ બળને સંચાર થયો છે અને પૂર્ણ સમર્પણને અવરોધક બળની સામે પડવા અને તેને હરાવવા શક્તિવંત થયેલ છે. આ પ્રકારનું અંતરયુદ્ધ ચાલી રહ્યું છે તેમાં જય મેળવવાની કામનાવાળે ભક્ત જંપ્યા વિના સદ્ગુરૂદેવને માથે રાખીને જંગ ખેલી રહ્યો છે. કયારેક હાર તે કયારેક જીત એવી અવસ્થા પ્રારંભ કાળે રહ્યા પછી “હારે હાર ખાતી જાય છે અને “જય વિજયની ઊજળી દિશા તરફ જાય છે. ભક્ત જયનાં પાદચિન્હો પારખી શકે છે તેમ અનુભવી શકે છે. તે ચિહે આ પ્રમાણે છે.
ભક્તને શ્રી ગુરૂદેવની અને તેમના વીતરાગ શાંતસ્વરૂપ આત્માની સમૃતિ અને દરેક પ્રવૃત્તિ કરતી વખતે તેમણે આપેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org