________________
૧૨૦
ભક્તિમાર્ગનું રહસ્ય વચન, કાયાને અર્પણ કરવાનું કાર્ય કેટલું કઠણ છે; અર્પણતા કરી છે એમ લાગે અને મનાય, તે પણ આત્માના ઊંડાણમાં રહેલું અહં રહી જવાને સંપૂર્ણ સંભવ છે અને તે અહં. વૃત્તિના સદુભાવમાં અર્પણતાની કચાશ ગણાય તેવી કઈ ન્યૂનતા આ આત્મામાં ન રહે તેવી આશિષ આપી બળનું દાન કરશે, અને તેને ઊંચી પાયરી પર ચઢાવશે.
હે કરૂણાસાગર, હું આપને વિશેષ શું કહું? આપ બધું જાણે છે. મારે તે આપ પ્રભુની આજ્ઞાને આધીન થઈ વર્તવું છે; આપની ઈચ્છાનુસાર જ ચાલવું છે. આપ ભાવ કરાવો તેમ ભાવ કરવા છે, બેલા તેમ બોલવું છે અને કાર્ય કરાવે તેમ કાર્ય કરવું છે. એક સમયથી માંડીને અખંડપણે આજ્ઞારાધનમાં રહું એ જ માત્ર અભિલાષા છે. એ મારી ભાવના કૃપા કરી પૂર્ણ કરશે.” - ભક્તના આત્મામાંથી નીકળેલી આ સ્વહિત સાધક પ્રાર્થના શ્રી ગુરૂદેવ પાસે પહોંચી ગઈ અને તેને સ્વીકાર થયે. શ્રી ગુરૂદેવના સુખદાયક સમાગમ વેળાએ ભક્ત આ વાત શ્રીમુખેથી સાંભળી ત્યારે ઉપકારના ભારથી અને હર્ષોર્મિના આવેશથી તેને કંઠ ગદ્ગદિત થઈ જતાં આભાર વચને બહાર આવી શક્યાં નહીં, પરંતુ એકદમ પ્રભુનાં ચરણોમાં તે ઢળી પડે. ચરણના શીતળ સ્પર્શથી તેના આત્મપ્રદેશોએ જે અપૂર્વ શાંતિનું વેદન કર્યું તે વચનાતીત હતું, અને તેમાંય જ્યારે શ્રીગુરૂદેવે આશિષ આપવા તેના મસ્તક અને પીઠ પર જમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org