________________
ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ
૧૧૭, હૃદયમાં પ્રેમની વેત નિર્મળ છે ઊંચે ને ઊંચે ઉડી રહી છે ને શ્રદ્ધાને પ્રકાશ વિશેષ વિશેષ ક્ષેત્રમાં પથરાતો જાય છે. આથી તેનાં મન, વચન, કાયાની પ્રવૃત્તિની અને ઈચ્છાની સોંપણી શ્રી ગુરૂનાં ચરણકમળમાં આત્મભાવે કરવાના ભાવ દઢીભૂત થયા છે અને તે પુરૂષાર્થ હૃદયપૂર્વક ઉપાડે છે, તેમ કરવા માટે તેને આત્મા તલસે છે. કાર્ય દેખીતી રીતે કઠણ છે પરંતુ જ્યાં પ્રેમ અને શ્રદ્ધા બળવાનપણે ઉદયમાં હોય ત્યાં તે બંનેના પરમ મિત્ર અર્પણતાને હાજર થવું પડે છે; સાથ અને સહારો આપવા હાજર થાય છે. અહો! પ્રભુ આજ્ઞામાં રહી પ્રભુકૃપા થકી પ્રાપ્ત પ્રેમ-શ્રા–અર્પણતા કયું કાર્ય સાધી ન શકે! એ ત્રિપુટીની વિદ્યમાનતાએ આત્મ વિકાસ અને આત્મ શુદ્ધતારૂપ પર્વતના ઉન્નત શિખર પર પહોંચી નિવાસ કરવાની સમર્થતા કેમ ન આવે? અર્થાત જે જેનું ફળ હોય તે સફળ થઈ સંપ્રાપ્ત થાય એ અબાધિત નિયમ છે. ભક્તના અંતરમાં આ અટલ સિદ્ધાંત ઊંડે કોતરાઈને પ્રકાશિતપણે રહ્યો છે અને જ્યારે અર્પતાની કેડી પર ચાલવાની પગદંડી અટકી જાય છે, ત્યારે સિદ્ધાંત પ્રકાશી ઊઠી તેના આત્માને અજવાળે છે, તે વેળાએ શ્રી સદ્દગુરુની કૃપાનું માહાસ્ય તેને વિશેષતાએ સમજાય છે અને તે થકી બળ મળતાં પુરુષાર્થમાં આગળ વધે છે.
એક વેળા નીરવ શાંતિ હતી ત્યારે પ્રેમીભક્ત શ્રી ગુરૂ દેવના ઉપદેશપ્રસાદમાંથી સદ્ધધની અભિરૂચિના પ્રારંભથી વધતા આત્મિક વિકાસનાં કારણે પર વિચાર કરીને તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org