________________
૧૧૬
ભક્તિમાર્ગનું રહસ્ય ઓથી ભીંજાયા; પ્રકાશિત મોતી જેવાં સ્વચ્છ બિંદુઓની ધારા ગાલ પ્રદેશ પર વહેવા લાગી, જાણે કેમ પ્રેમસમુદ્રનાં નીર વીરતાથી ઉછળીને કિનારાથી દૂર દૂર ફેંકાતા ન હોય ! અથવા આંખની કયારીમાંથી શ્રી ગુરુની કૃપા રૂપ અમીરસધારા વહેતી ન હોય!
શ્રી ગુરુએ ઉપકાર કરી સિદ્ધાંતિક રીતે બેધથી સમજાવ્યું હતું કે આ કળિયુગ કે પંચમકાળમાં પૂર્વના શુભ કાળની અપેક્ષાએ જ્ઞાનની પ્રાપ્તિ તથા આત્મદશાને વિકાસ સુલભ તાએ અને અલ્પકાળે સાધ્ય થાય છે અને ભવ્ય જીવ કોઈ વિદ્યમાન પુરુષ કે જ્ઞાની ભગવંતમાં પ્રેમ-શ્રદ્ધા–અર્પણતા લાવી લાભ લેવાનો નિર્ણય કરે તે અલ્પ પ્રયાસે શ્રેયને સાધી શકે છે. તે સિદ્ધાંતમાં ભક્તની અડેલ શ્રદ્ધા હતી અને પુરૂષાર્થ પણ તદનુસાર હતા, તેથી તે ટુંકા સમયના ગાળામાં તેને ગુરૂકૃપાથી અદ્ભુત ચમત્કારિક સામર્થ્યવાળું, ઝડપથી કેવળજ્ઞાન પ્રતિ લઈ જનાર અતુલ બળવાળું અને ગુપ્ત ભેદેના દ્વારેને ખેલવામાં કુશળ એવા પ્રભુત્વવાળું શુદ્ધ સમકિત પ્રાપ્ત થયું. વારંવાર વંદન છે એ પરમ શાંતિ અને શીતળતાને અપનાર પરમ કલ્યાણમૂતિ શુદ્ધ સમ્યફ દર્શનને અને સમ્યફ જ્ઞાનને! ત્રિકાળ જયવંત વર્તે “શ્રી સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !” પ્રાર્થનાની આઠમી અવસ્થા :
આત્મદશા ત્વરિત ગતિએ વધવામાં ઉત્તમ નિમિત્તરૂપ શ્રી સદૂગુરૂદેવની અદ્વિતીય કૃપાથી પ્રમુદિત થતા ભક્તના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org