________________
૧૧૫
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ ફળની પ્રાપ્તિ કેમ થઈ હશે? એ પ્રશ્ન તેના માટે કોયડારૂપ બની રહ્યો છે. સમાધાન જાણવાના હેતુએ પરમ જિજ્ઞાસા-સંયુક્ત ઉહાપોહ તેના અંતરમાં કેટલાક સમય સુધી એમને એમ જીવંત રહ્યા કરે છે ને ગુરૂદેવને તેના આનંદપ્રદ ઉકેલ માટે ભીના હૃદયથી વિનંતિ કરે છે.
સાચા મનથી અને પ્રેમપૂર્વકના દિલથી કરેલી પ્રાર્થનામાં પ્રભુજી પાસે જે કંઈ માગણી કરાય છે, તે આવીને મળે છે એ જે સિદ્ધાંત છે તે ભક્તના સંબંધમાં સત્ય થાય છે ભાવનાની ભવ્યતાથી પરમાર્થ પુણ્યને ઉદય ખેંચાઈને ઉદિત થાય છે અને શ્રીગુરૂના પરમ પ્રેમી ભક્તને એક સુભગ પળે પૂર્વ ભવોના કેટલાક આકર્ષક અને હૈયું ઠરી જાય એવા પ્રસંગે સ્મૃતિમાં આવે છે, અને તેની અજબ, ચિરકાળ ટકે એવી અને ઉત્સાહપ્રેરક ઘેરી છાપ તેના આત્મામાં અમાપ પૂણે અંકિત થાય છે. તેને હર્ષ અંદરમાં સમાતું નથી અને ઉછળી ઉછળીને બહાર આવી રૂંવાળાં ઉભાં કરે છે.
પૂર્વ ભવોમાં શ્રીગુરૂદેવ સાથેના પિતાના સંસારસગપણના સંબંધે, તેથી બંધાયેલ શુભ ઋણાનુબંધ, લેકપયોગી સત્કાર્યો, લેક પ્રત્યયી સેવા, પ્રભુ ભક્તિ તથા ધર્મરાધન એ સર્વનું તાદશ્ય ચિત્ર માસમાં જોયું હતું તેનું શ્રી ગુરુ પાસે નિવેદન કર્યું ત્યારે તેઓએ સહજભાવે તેની સત્યતાની ખાત્રી આપી અને તેના આત્મામાં વધુ બળને અને પ્રેરણાને સંચાર થાય તેવાં વચને પ્રકાશી શાબાસી આપી. વિનમ્ર અને વિનયી ભક્તનાં નયને હષાશ્રુનાં બિંદુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org