________________
૧૧૪
ભક્તિમાર્ગનું રહસ્ય તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે” (શ્રીમદ્ રાજચંદ્ર) તેની તથારૂપ પ્રતીતિ નિરંતર વત્ય કરે તેવા શુદ્ધ સમકિતની ઊર્વ દિશા તને પ્રાપ્ત થઈ છે તે માટે અભિનંદન આપું છું અને આગળની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ મેળવે એ આશિર્વાદ છે.” .
શ્રી ગુરૂદેવમાં પ્રેમ-શ્રદ્ધા–અર્પણતા એટલે જ શ્રી ગુરૂની કૃપા. પિતાપણું છેડી ગુરૂને આધીન થઈ વર્તવું એ જ કૃપા મેળવવાની ચાવી છે. એ કૃપાથી જેના અંતરમાં આત્માનું અજવાળું પ્રકાશિત થયું છે તે ભક્ત શ્રી ગુરૂદેવનાં ઉપરોક્ત વચનેથી આનંદમગ્ન થયો કે તેમનાં પવિત્રચરણ કમળને નમસ્કાર કરે છે અને ઉપકાર માને છે.
પછી તે ઉત્કૃષ્ટ ત્રણ ભવ (કેઈ અપેક્ષાએ ચાર) બાકી રહે એવી આત્મદશા સૂચક પરમ કૃપાળુ દેવનાં વચનામૃતના પાનથી ઉલ્લસિત થતા ભક્તને અંદરમાં આશ્ચર્ય થાય છે અને વિચાર સ્વયં ફુરી આવે છે કે તે એ કર્યો મોટો પુરૂષાર્થ કર્યો છે કે તેનું આવડું મોટું ફળ મળ્યું? જગતમાં ઘણું છે ખૂબ ઊંડા ઉતરી શાસ્ત્રાભ્યાસ કરે છે, ઝીણું ઝીણું કાંતે છે, તર્કબુદ્ધિ ચલાવી શંકાઓનું સમાધાન મેળવવા તનતોડ મહેનત કરે છે, કેટલાક યમ, નિયમ, પ્રાણાયામ આદિ સાધનની સિદ્ધિ માટે તીવ્ર પરિશ્રમ કરે છે, તે વળી કેટલાક દેહને કષ્ટ આપીને કષ્ટસાધ્ય તપાચરણ સેવે છે, તેમાંનું કંઈ પિતે તે કર્યું નથી, તે પછી આવા ઉત્તમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org