________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ
૧૧૩ જ્ઞાન લેતી વેળાએ જે અનુભવ થયો હતો તે પ્રકારને આ અનુભવ ફરીથી પ્રકાશિત થયે; ફરક માત્ર એટલે જ કે આ અનુભવ ઘરે, વિશેષ ઊંડાણવાળો અને વર્ણવી ન શકાય તેવી મમ્રતાવાળે હતે. આ અનુભવની મીઠાશથી તેના આનંદને કોઈ પાર નથી, કેમકે તે અનુભવ પછી તેને પ્રભુનાં દર્શન, શ્રી ગુરૂદેવનાં દર્શન ઈત્યાદિ તથા અપૂર્વ શાંતિનું વેદન થયું છે.
આ અનુભવની જાણ કરવા નમ્ર ભકત શ્રી ગુરૂદેવ પાસે ધીમે પગલે, અંદરમાં મુદિત થતે, શાંતભાવે જઈ પિતાની વાત વિનય સહ વિદિત કરે છે અને મૌન થાય છે. ડીજ વારના મૌન પછી શ્રી ગુરૂ હર્ષસહિત નિવેદન કરે છે અને સંતેષપૂર્વક પ્રકાશે છે કે –
હે શિષ્ય! વીતરાગ ભગવંતની અમીમય કૃપા દૃષ્ટિથી તું પરમ ભાગ્યવંત થયો છે. તારી આત્મદશા ઉચ્ચગામિની થઈ છે. અનંત સંસારમાં રખડાવનાર, રગદોડનાર, અનંત કલ્પનાતીત દુઃખનું વેદન કરાવનાર અને સ્વભાવથી નીરાગી, નિર્વિકારી પ્રકૃણ શુદ્ધ આત્માને રાગદ્વેષની પ્રબળ જાળમાં સપડાવી આધિ, વ્યાધિ અને ઉપાધિના પ્રસંગમાં આત્મસ્થિરતાથી ચૂત કરનાર અનાદિના શત્રુઓ મિથ્યાત્વ અને અનંતાનબધી કષાયની ચાંડાલ ચેકડીને તથા સિદ્ધિ મેહ, ચમત્કારમેહ આદિને નાશ કરવા તું સંપૂર્ણ સફળ થયા છે. . હે કૃપાપાત્ર, “નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org