________________
૧૧૨
ભક્તિમાર્ગનું રહસ્ય કોઈના પિતા નથી છતાં જગતપિતા છે. કેવળ અસંગ છતાં લેકના નાથ છે. કેવળ મધ્યસ્થ છતાં ત્રિજગતના રક્ષક છે. કેવળ ઉદાસીન છતાં પરમ ઉપકારી છે. કેવળ મમતારહિત છે છતાં સર્વ પર કૃપા કરે છે. રત્નાદિકને ત્યાગ કર્યો છે છતાં રત્નત્રયના ધારક છે. શાંત સ્વરુપી થયા છે છતાં ચિરકાળ તપ છે. અદી છે છતાં આત્મતેજથી દીપ્ત છે. તારક છે છતાં અભવીને તારતા નથી.
આટલું મને મન કહેતાં એકાએક તેને પોતાના ઉપકારી સદુગરૂદેવના પવિત્ર સમાગમની સ્મૃતિ આવે છે, તેમની શાંત મુખમુદ્રા નજર સમક્ષ તાદશ્ય થાય છે અને તેમનાં “મન, વચન, કાયાની ચેષ્ટાનાં અદ્દભુત રહસ્ય” પ્રલયકાળે સમુદ્રનું પાણી ખસી જાય અને પેટાળમાં રહેલ રતનસમૂહ ખુલ્લે થાય તેમ પ્રગટ થાય છે, સમજાય છે અને તેમની અપૂર્વ આત્મદશાની આશ્ચર્યયુક્ત સ્થિતિ જોઈ અત્યંત અહોભાવ આવે છે. તે પવિત્ર સ્મૃતિ અને આનંદદાયક સ્મરણમાં ગરકાવ થતાં તે બહારના વાતાવરણની અસરથી મુક્ત થાય છે, ઇન્દ્રિયો પિતપોતાનું કાર્ય અટકાવે છે તેથી તેનાથી પણ છૂટે છે, દેહનું ભાન ભૂલે છે અને મન શાંત થઈ ઊડે ઊંડે ઉતરતું હોય તેમ અનુભવે છે. અંદરની જાગૃત અવસ્થા જેવી ને તેવી ઉજવળ, સુખસ્વરૂપ અને શાંતિવાળી વેદાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org