________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ
૧૧૧ “હે પ્રભુ, સંસારમાં રહીને સંસાર છેદવાની જડીબુટ્ટીઓ શોધી, પ્રકાશિત કરી અમને સમજણ આપી તે માટે અમે આપને ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. સંસાર રેગ મટાડવા માટે પ્રેમ-શ્રદ્ધા-અર્પણતા અને ભાવનાપ્રાર્થનારૂપ અદ્વિતીય અમેઘ ઔષધિઓ આપી જે ઉપકાર કર્યો છે, તેને બદલે અમે કઈ રીતે વાળી શકવા સમર્થ નથી. તેથી અમારા મન, વચન અને કાયા આપના ખેાળામાં આત્મભાવે અર્પણ કરી સંતોષ માનીએ છીએ.”
પ્રાર્થનાની સાતમી અવસ્થા
પ્રાર્થનાકાર ભક્ત હવે વિશેષ સુવિચારવાન થયેલ છે, તેનામાં સુવિવેકની પણ વૃદ્ધિ થઈ છે. શ્રી તીર્થકર મહાપ્રભુના વિચારમાં, ગુણેમાં તલ્લીન થતાં કેટલાક સુખદ, આશ્ચર્ય કારક અને આનંદદાયક વિરોધાભાસ તેની વિશાળ બુદ્ધિમાં આવે છે અને માર્મિક રીતે અંતરમાં ખુશી થાય છે, સાથે સાથે તેને પ્રભુ પ્રત્યેને અહોભાવ એકદમ વધી જાય છે.
તે અંતરમાં જ કહે છે કે –
હે પ્રભુ, આપ અંતરંગ શત્રુઓને હણનારા છતાં ક્ષમાવંત છે.
રાગાદિ પ્રત્યે નિર્દય છતાં પરમ દયાળુ છે. વીતરાગ છતાં મુક્તિસુંદરીને ભેગવનાર છે. કેઈની સાથે સંબંધ વિના સહુના બંધવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org