________________
૧૧૦
ભક્તિમાર્ગનું રહસ્ય પ્રવૃત્તિ આપને અર્પણ કરું છું. તે સર્વ પ્રવૃતિ આપની આજ્ઞાનુસાર થાઓ અને મારા આત્મામાં અહેમમના ભાવ ઊંડાણમાં પણ રહ્યા હોય તે નિવૃત્ત થાઓ, એ આપની પાસે માગું છું તે સફળ થાઓ.
હે દયાનિધિ, મારે તે આપના જેવા પરમ શુદ્ધ, નિર્મોહી, અસંગ થવું છે તે મારી પાસે તે પુરૂષાર્થ કરાવશે, પ્રેરણા આપશો તથા બળ આપશે.” * પ્રેમ શ્રદ્ધાપૂર્વકની વિનંતિ અને અર્પણતાના અંશે અશે વધતા ભાવેનું ઈષ્ટ ફળ એ છે કે વિનંતિકારના ભાવ કમળ, દયામય, સમતામય અને શાંતિમય અધિક અધિક થતા જાય છે. ચિત્તમાં પ્રસન્નતાનું બળ વધે છે, વિદ્ગો દૂર થતાં જાય છે, દુશમને દ્વેષભાવ છેડી દઈ મિત્રે બનતા જાય છે, પુણ્યને સંચય ને ઉદય પ્રાપ્ત રસ વધતાં અનુકૂળ નિમિત્તો અને સંજોગો પ્રાપ્ત થાય છે. જે બરાબર ધ્યાન પૂર્વક તપાસવામાં આવે તે જણાશે કે કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે ભગવાનની અનુપમ કૃપા કામ કરી રહી છે. કેઈ ચમત્કારિક રીતે પિતાનું રક્ષણ થાય છે. ભૂલે અથવા દેશે વિના પ્રયત્ન અટતા જાય છે. આવું છે સાચા પ્રેમ-શ્રદ્ધાઅર્પણતાનું રહસ્ય અને તેનું ફળ. આ આશ્ચર્યકારક ફળનું કયાં સુધી વર્ણન કરવું? અનુભવથી વિશેષ સમજાય તેમ છે
ભગવાનની કૃપારૂપ અમીદ્રષ્ટિથી ભીંજાયેલ ભક્તના હૃદય માંથી આનંદસભર વચને સહસા સરી પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org