________________
ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ
૧૦૯ અંશે સમર્પણભાવ તેટલે અંશે અહંકાર-મમકારને ત્યાગ. જેટલા પ્રમાણમાં અહંને અભાવ તેટલા પ્રમાણમાં આત્મ વિશુદ્ધિને આવિર્ભાવ; અને જેટલે અંશે આત્મવિશુદ્ધિને પ્રગટ પ્રભાવ તેટલે અંશે આત્માના નિર્મલત્વ, હળવાશ, પ્રસન્નતા અને આનંદને ઉઘાડ.
ભક્તના હૃદયમાં અર્પણુતાનું માહાસ્ય અને તેથી ઉત્પન્ન થતી શક્તિઓ, લબ્ધિઓ અને સિદ્ધિઓનું યથાર્થ જ્ઞાન વર્તે છે, જે કે સિદ્ધિ આદિ માટે તેના અંતરમાં કિચિત માત્ર મેહ નથી અને ત્યાજ રૂપ ગણે છે, તે પણ તે શક્તિએ આત્માની અનંત શક્તિનું સ્પષ્ટ ભાન અને જ્ઞાન કરાવનાર છે એમ સમજે છે અને તેથી આત્મા પ્રત્યેને વિશુદ્ધ ભાવ શુદ્ધતા તરફ જાય છે અને તે કલ્યાણની વૃદ્ધિ કરે છે. તે કારણે ભક્ત ભગવાનને પ્રાર્થો છે.
હે પરમકૃપાળુ ભગવંત! આપની કૃપાથી આ બાળકે પ્રેમબહાના સગી બળથી વરુપ પ્રતીતિ મેળવી છે અને કોઈ પ્રકારે આ રત્નચિંતામણિ સમાન મનુષ્ય દેહની સાર્થતા સાધ્ય કરી છે. પરંતુ તેથી અટકવાની તેની કઈ વૃત્તિ નથી. તેને તે આપના અનુગ્રહથી ઊંચી ઊંચી પાયરી પર આરૂઢ થઈ ઠેઠ પૂર્ણતાની ટોચ પર પહોંચવું છે. અનાથમાંથી સનાથ થવું છે.
તેથી હું આપના પવિત્ર મેળામાં માથું મૂકી, મારૂં મનાતું સર્વસ્વ, મન, વચન અને કાયા અને તેની સમસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org