________________
૧૦૮
ભક્તિમાર્ગનું રહસ્ય (૧૨) ટુંકામાં આત્મ ઉજજવળતા, આત્મ પવિત્રતા, આત્મ
નિર્મળતા અને આત્મશુદ્ધતા પ્રત્યે ઉપયોગ પ્રેરાય છે, જેથી ક્રમે ક્રમે સફળતા પ્રાપ્ત થતી જાય છે.
અહીં જેટલી સફળતા તેટલી આત્મદશા ઊર્ધ્વગામી થાય છે. હવે ભક્તની પ્રબળ અંતરેચ્છા એવી રહે છે કે રાગદ્વેષની પરિણતિને ક્ષય અને શુદ્ધાત્માને આવિર્ભાવ થાય. તેને સમજાય છે કે રાગદ્વેષની પરિણતિને સંયમમાં લેવા માટે સદૂગુરૂદેવ પ્રત્યે સમર્પણ ભાવની અત્યંત આવશ્યકતા છે અને તે માટે હૃદયપૂર્વકને પુરૂષાર્થ ઉપાડે છે.
સમર્પણભાવ એક એવી અદ્દભુત અજબ શક્તિ છે કે જે સર્વ શક્તિમાન ભગવાનને પણ સુતરના કાચા તાંતણાથી બાંધી લે છે અને તેમાંથી તેઓ છૂટી શકતા નથી, છૂટવા ઇચ્છતા પણ નથી. અર્પણતા ભગવાનમાં પ્રેમ-શ્રદ્ધા વધ્યા વિના આવી શકતી નથી, એટલે જ કહ્યું છે કે પ્રેમ-શ્રદ્ધાઅર્પણુતાના ત્રિવેણી સંગમરૂપ ભક્તિ કરનાર ભક્તને ભગવાન આધીન છે. બદલામાં ભગવાન તેનું ગુપ્તતાએ રક્ષણ કરે છે અને તેની સર્વ ભાવના પાર પાડી સંતોષે છે, તે એટલે સુધી કે મન અને હદયથી ખરેખર રંગાયેલે ભક્ત ઈ છે ત્યારે ભગવાનને પ્રત્યક્ષ હાજર થવું પડે છે અને આત્મપ્રભુ ઉજવળ, પવિત્ર અને નિર્મળ થાય છે. જેટલા અંશે સમર્પણભાવ તેટલા અંશે ભગવાનનું રક્ષણ
બીજી રીતે જોઈએ તે ભગવાનરૂપ સપુરૂષ પ્રત્યે જેટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org