________________
૧૦૫
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ
ચૈતન્ય પ્રભુને દિવ્ય અનુભવ થયાનું શ્રી સદૂગુરૂદેવ પાસેથી જાણતાં ભક્તનું હૃદય આનંદથી ઉભરાય છે અને તેમની અસીમ કૃપા બદલ હર્ષથી ઘેલે થઈ વારંવાર વંદન નમસ્કાર કરે છે અને ઉપકાર માને છે. યથાર્થપણે ઉપકાર માનવા જેટલા શબ્દો જડતા નથી; વળી હમિર એટલી વેગવાળી છે કે અંતરમાં પ્રગટેલા ભાવ પૂરા બહાર આવી શક્તા નથી. તેનાથી આટલું જ બોલાય છે – “ અહે, અહે, શ્રી સદ્દગુરૂ, કરુણસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહ, અહ, ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં, આત્માથી સહુ હીન, તે તે પ્રભુએ આપીયે, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુઆધીન દાસ, દસ, હું દાસ છું, આપ પ્રભુને દીન. ”
–શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થનાની છઠ્ઠી અવસ્થા
ઉપરની ભૂમિકામાં ભવ્ય પ્રાર્થનાકાર ભક્તને દેહ અને આત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપની પ્રતીતિ થતાં સ્વાત્માનુભવરૂપ સમ્યક્ દશન–જ્ઞાનની અપૂર્વ પ્રાપ્તિ થઈ.
તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org