________________
૧૦૪
ભક્તિમાર્ગનું રહસ્ય જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ, સફળ થાઓ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
–શ્રીમદ્ રાજચંદ્ર હવે તે સાધક ભક્ત અપૂર્વ હિતને સાધનાર આજ્ઞામંત્રની પ્રાપ્તિથી ઉલ્લસિત થઈ ઈષ્ટ ધ્યેયની સિદ્ધિ માટે પુરૂષાર્થ થાય છે. ભગવાનરૂપ સદ્ગુરૂદેવમાં પ્રેમ અને શ્રદ્ધાને ઝરો નિર્મળ કરતે અને આરાધનમંત્રની સાધના કરતા તે દિન પ્રતિદિન આગળ વધે છે અને ભાવનું બળ પ્રબળ કરતે જાય છે. શ્રી ગુરૂદેવનાં ચરણે સર્વ સમર્પણ કરવાની તેની તીચ્છા પ્રગટ થાય છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણભાવેચ્છાના બળથી તેને આપાગ સ્થિર થતે જાય છે. ઉપગ જેમ જેમ સ્થિરતા પકડે છે તેમ તેમ જ્ઞાનને ઉદય સમીપ આવે છે અને પછી એક વખત શ્રી ગુરૂદેવની અનુપમ કૃપાથી પ્રેમસમાધિ બાદ ઉપયોગ એકદમ સ્થિર થઈ સહજતાએ શાંત થાય છે. એવી શાંત દશા અમુક સમય સુધી રહે છે અને એ અપૂર્વ શાંતિનો અનુભવમાંથી બહાર નીકળતાં અલૌકિક અને પરના અવલંબન વિનાના આનંદનું વેદના થાય છે. આ જ ગ્રંથિભેદ છે, આત્મજ્ઞાન છે, સ્વસંવેદન છે, આત્માનુભૂતિ છે.
ભક્ત આ અનુભવ શ્રીગુરૂ સમક્ષ વર્ણવી બતાવે છે, ત્યારે શ્રી ગુરૂ તેની તધ્યતાને સ્વીકાર કરે છે અને તેને સમતિ થયાની મહેર મારે છે અને આશિષ આપી આગળ વધવા પ્રેરણા આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org