________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનામ
૧૦૩ પ્રેમના અતિરેકથી પુલક્તિ થઈ ઊઠીને પરમ ઉપકાર માને છે ત્યારે શ્રીગુરૂ મૂક આશિષ આપી તેને નવાજે છે.
શ્રી સદ્દગુરૂના સાનિધ્યમાં કોઈ બાહ્ય કારણ વિનાની શાંતિને સુંદર અનુભવ, સુગંધની લહેરને અનુભવ, રાગશ્રેષની પરિણતિને ઉપશમ, અંદરની શીતળતા, પ્રેમનું વહેતું નિર્મળ ઝરણ, શ્રદ્ધાના તેજનું પ્રકાશિતપણું, જરૂર મુક્ત થવાશે એ ભાવની સ્વયં ઉદ્ભવ પામતી પ્રતીતિ એ આદિ કારણેથી ભક્તના હર્ષને કઈ પાર નથી, આનંદની કઈ અવધિ નથી, ઉલ્લાસ અને ઉમંગની કઈ સીમા નથી. તેના દિલના દરિયાનાં ઊંડાણમાં એક જ ભાવ ગુંજે છે, “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ.”
ભક્તિના ભારથી નમેલા પ્રેમીભક્તનાં આ વચને સહસા સરી પડે છે –
હે પરમ કૃપાળુ દેવ! જન્મ, જરા, મરણદિ સર્વ દુખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગપુરૂષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો તે અનંત ઉપકારને પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદુ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org