________________
૧૦૨
ભક્તિમાર્ગનું રહસ્ય પ્રાર્થનાની પાંચમી અવસ્થા
ઉપકારી ચોથી અવસ્થાના અંતમાં થયેલા અનુભવને કારણે ભગવાનના પ્રેમીભક્તના અંતરમાં પ્રતીતિ આવે છે કે તેને સંસાર કિનારે હવે દૂર નથી એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ સમીપમાં છે. તે પોતાના હૃદયથી સ્વીકારેલા શ્રી ગુરૂદેવ પાસે જઈ વિનયપૂર્વક વંદન કરી, નહીં દૂર તેમ નહીં સમીપ, બેસે છે. શ્રી ગુરૂની શાંત મુખમુદ્રાના દર્શનથી હર્ષિત થાય છે, શાંત થાય છે, અને પછી પિતાના આત્મકલ્યાણ માટે માર્ગદર્શન આપવા ભક્તિસહ વિનવે છે, તે કહે છે –
“હે પ્રભુ, અનાથના નાથ, આપ સર્વ સમર્થ છે. આપના પવિત્ર અને કલ્યાણકારી સત્સમાગમથી આ જીવને સંસાર, દેહ અને ભોગનું સત્યસ્વરૂપ સમજાયું છે અને તેનાથી સર્વથા છૂટવાની અને અવ્યાબાધ સુખસ્વરૂપનિજાત્માની પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા થઈ છે. આપના શુદ્ધ જ્ઞાનમાં આ પામર જીવની સત્પાત્રતા જણાતી હોય તે આપને યોગ્ય લાગે તેમ આજ્ઞા આપી વીતરાગમાર્ગ પર આરૂઢ કરવા વિનવું છું. કૃપા કરી આજ્ઞા આપો અને કૃતાર્થ કરે.” | શ્રી સદૂગુરૂદેવને ભક્તની સત્પાત્રતા જોઈને અને સાચે છૂટવાને કામી છે એમ જાણને પ્રમોદભાવ ઉપસી આવે છે અને તેઓ નિષ્કારણ કરુણાથી સત્પથદર્શન કરાવે છે, ભક્તિનું રહસ્યમય સત્યસ્વરૂપ સમજાવે છે અને અત્યંત પાવનકારી આરાધનમંત્રનું દાન કરે છે. ભક્ત હર્ષ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org