________________
ભક્તિનાં સાધને અને પ્રાથનાક્રમ
૧૦૧
છે તેમ કામળ થાય છે. વારવારની આ પ્રેમ-ભક્તિથી તેને સુભાગ્યના શુભ ઉદયે ભગવાનનાં દર્શન થાય છે અને તેને આત્મા પ્રફુલ્લિત થઈ આન ંદરસના અપૂર્વ આસ્વાદ કરે છે. આ ભગવાન અન્ય કાઈ નથી પણ ભગવાનરૂપ સત્પુરૂષને તે સત્સંગ કરે છે, તે જ છે. આ દનનું ઉત્તમ ફળ સમ્યક્ દર્શનની, આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, અને તેમ થશે તેવી ખાત્રી આપે છે.
હવે સત્સ`ગનુ' આરાધન તે પ્રેમીભક્તને વિશેષ વિશેષ ઉપકારી થતુ જાય છે. સત્પુરૂષ પ્રત્યેના તેના પ્રેમ-શ્રદ્ધાભાવ ઊર્ધ્વ થતા જાય છે. ભાવની સ્થિરતા વેળાએ ચૈતન્ય સ્વરૂપનાં ભિન્ન ભિન્ન પ્રતીકે ભિન્ન ભિન્ન સમયે તેને દૃષ્ટિગેાચર થાય છે. તે પ્રતીકે છે—ઊગતા સૂર્ય, ખીજના ચંદ્ર, તારેા અથવા તારાઓનું ઝુમખું, વિદ્યુત જેવા પ્રકાશિત ઝમકારા, હીરા, હીરાકણીએ, હીરાના હાર, ઝાંખા કે તેજસ્વી પ્રકાશ, દીવી, જ્યાત ઇત્યાદિ. યાદ રાખવુ આવશ્યક છે. આ બધા પ્રતીકા માત્ર ખાદ્ઘ છે અને ઉત્સાહ વધારવા માટે, સ્વાત્માની ઉજજવળતા થવા અર્થે નિમિત્ત માત્ર છે. તે આત્મા નથી; તે પ્રતીકને જોનાર આત્મા છે. કયારેક મેઘધનુષ અથવા તેના જુદા જુદા રંગેામાંથી એક અથવા વધારે જોવામાં આવે છે અને દરેક રંગને પરમાથ તેમ માહાત્મય છે; તેા વળી કયારેક જિનમંદિર, જિનપ્રતિમા, સાધુસ ંત દશનરૂપ થાય છે; અથવા મીઠી સુગંધ અનુભવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org